વૈશ્વિક મહામારીને પહોંચી વળવા ડબ્લ્યુએચઓ આંતરરાષ્ટ્રીય નિયમોમાં સુધારા કરશે

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના સભ્ય દેશોએ શનિવારે કોવિડ -૧૯ અને એમપોક્સ જેવા વૈશ્ર્વિક રોગચાળા(મહામારી)નો સામનો કરવા માટે વૈશ્ર્વિક તૈયારીઓને પહોંચી વળવા માટે નવા પગલાંને મંજૂરી આપી છે અને એક વ્યાપક સંધિ પર સંમત થવા માટે નવી સમયમર્યાદા નક્કી કરી છે. WHO એ જણાવ્યું હતું કે, દેશો આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોમાં સુધારો કરવા સંમત થયા છે.

વૈશ્ર્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવાની યોજનાઓ પર સંમત થવામાં નિષ્ફળ થયા પછી ડબ્લ્યુએચઓએ આ વર્ષે તેની છ-દિવસીય વર્લ્ડ હેલ્થ એસેમ્બલિ સમાપ્ત કરી આ દિશામાં પગલું ભર્યું છે. WHO એ કહ્યું કે દેશો વર્ષના અંત સુધીમાં રોગચાળાનો સામનો કરવા માટેના કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવા સંમત થયા છે.ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે,ડબ્લ્યુએચઓ સુધારાની સફળતા દર્શાવે છે કે આપણા વિભાજિત વિશ્ર્વમાં, દેશો(આપણે) હજી પણ ભેગા થઈ શકીએ છીએ.” ભૌગોલિક ધોરણે વ્યાપકપણે ફેલાય છે અથવા જેનું જોખમ અત્યંત ઊંચું છે.