વૈષ્ણોદેવી જતી બસ ઉપર વિશખોરી પાસે આતંકવાદી હુમલામાં સંડોવાયેલ આતંકવાદીઓ ઉપર કાર્યવાહીની માંગ સાથે રાષ્ટ્રપતિ સંબોધતુંં આવેદન આપ્યું

ગોધરા, પંચમહાલ ગોધરામાંં વી.એચ.પી. અને બજરંગ દળ એકમ દ્વારા જમ્મુના વૈષ્ણોદેવી જતી બસ ઉપર શિવખોડી પાસે આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો. આતંકવાદી હુમલો કરનાર લોકોને પોતના દેશની અંદરના અને બહારના સંગઠનો તેમજ વ્યકિતઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું રાષ્ટ્રપતિને સંબોધતુંં આવેદનપત્ર પંચમહાલ જીલ્લા અધિક કલેકટરને આપવામાં આવ્યું.