વહેલા ઘરડા દેખાવા પાછળ તમારી આ આદતો હોઈ શકે જવાબદાર, આજે જ છોડી દો આવી કુટેવ

વર્તમાન સમયે જીવનશૈલીમાં રાખવામાં આવતી બેદરકારીના કારણે અનેક લોકો સમય પહેલાં જ ઘરડા દેખાવા લાગે છે. ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. આવી કરચલીઓ ગમે તેટલી બ્યુટી પ્રોડક્ટ કે અન્ય કોઈ ઉપાયો કરવા છતાં પણ પીછો છોડતી નથી. આમ તો, વધતી ઉંમરને રોકી શકાય તેમ નથી. પરંતુ સમય પહેલા જ જોવા મળતાં લક્ષણો તકલીફ ઊભી કરે છે. આપણી કેટલીક આદતો આપણને સમય પહેલા ઘડપણ લાવવા તરફ દોરી જાય છે. જેથી અહીં કેટલીક એવી આદતો ઉપર પ્રકાશ ફેંકાયો છે જેને બદલી નાખવી સારી છે

વધુ પડતો દારૂ પીવો

ઉંમર પહેલાં જો તમારી ત્વચા પર કરચલીઓ પડવા લાગે કે, આંખો નીચે કાળા ધબ્બા દેખાય અથવા સોજો આવી જતો હોય તો, તેની પાછળ વધુ પડતો દારૂ પીવાનું કારણ પણ જવાબદાર હોઈ શકે છે. દારૂના કારણે સમય પહેલા ઉંમર દેખાવા લાગે છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારી ત્વચા રીંકલ ફ્રી રહે અને ચમકતી દેખાય તો દારૂ પીવાની આદતને જલ્દી બદલી નાખવી જોઈએ.

પાણી ઓછું પીવું

ઘણા બધા લોકો પાણીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરતા નથી. જેના કારણે શરીરમાં થાક, કબજિયાત, નબળાઈ અને ડિહાઇડ્રેશન જેવી તકલીફો ઉભી થાય છે. આ ઉપરાંત સ્કિન ડ્રાય થઇ જવી ફાઇન લાઇન્સ અને ડાર્ક સર્કલ્સ જેવી પરેશાની પણ સામે આવે છે. જેના કારણે ઉંમર હોય તેના કરતાં વધુ દેખાય છે. પાણી ઓછું પીવાની તમારી આદતને જેમ બને તેમ વહેલા બદલી નાખો. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાનું શરૂ કરી દો. જે તમારી સ્કિન અને યુવાન અને ચમકદાર બનાવી રાખશે.

ધુમ્રપાન કરવું

ધુમ્રપાન કરવાની આદત પણ તમને સમય પહેલાં ઘરડા બનાવી દે છે. ધુમ્રપાન કરવાથી સ્કિન સેલ્સ નવા બનતા નથી. પરિણામે ઉંમર વધુ દેખાય છે. જેથી તમારે આ તમારી આ આદતને પણ બદલી નાખવી જોઈએ.

વધુ પ્રમાણમાં ખાંડ ખાવી

ઘણા લોકોને ગળ્યું ખાવું પસંદ હોય છે. તેઓ મીઠાઈ અને ખાંડનું સેવન કરે છે. સ્કિનને યંગ અને ગ્લોઇંગ દેખાવા માટે કોલેજન અને ઇલાસ્ટીન ખૂબ મદદગાર રહે છે. જરૂર કરતાં વધુ શુગર અથવા ગ્લુકોઝનું સેવન કરવાથી કોલેજન અને ઇલાસ્ટીન નબળું થઈ જાય છે. તે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી. જેથી ખાવાની આદત ઓછી કરી નાખો.