વાહન ચાલકો સામે પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક: ગરબાડા પોલીસ દ્વારા બસ સ્ટેશન અને ગાંગરડી બજારમાં ચેકિંગ હાથ ધરાયું, ગેરકાયદેસર રીતે પેસેન્જર ભરતા 7 વાહનો ડીટેઇન કરાયા.

દાહોદ, દાહોદ જીલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન તેમજ સુચના અનુસાર કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડતા વાહન ચાલકો તેમજ અડચણરૂપ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. એલ. પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગાંગરડી ગામ ખાતે ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત બજાર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી હતું. જેમાં ગેરકાયદેસર પેસેન્જર ભરેલી તેમજ ટ્રાફિકને અડચણરૂપ 7 જેટલા છકડા તેમજ ઇકો ગાડીને ડિટેઈન કરી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખ છેકે, હોળીનો તહેવાર નજીક આવવાના કારણે વાહન ચાલકો તગડો નફો રળી લેવા માટે પોતાના વાહનોમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડતા હોય છે અને મુસાફરો ના જીવ જોખમમાં મૂકતા હોય છે હાલ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને અવરલોડ પેસેન્જર બેસાડતા વાહન ચાલકો તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા વાહન ચાલકોમાં ફાફડાટ જોવા મળી રહ્યો છે.