- દાહોદ શહેર જીલ્લાભરમાં હવેથી દ્વિચક્રી વાહન ચાલકો તેમજ પાછળ બેસેલા વ્યક્તિને હેલ્મેટ પહેરવું ફરજીયાત બન્યું.
- હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલક સામે કાર્યવાહી થઈ શકે છે.
- પ્રથમ કેસમાં ત્રણ માસ માટે લાયસન્સ રદ થશે: સતત બીજીવાર હેમલ્ટ ન પહેરવાના કિસ્સામાં લાયસન્સ કાયમી ધોરણે રદ થશે.
દાહોદ,દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધવા પામ્યા છે. જેના પગલે દાહોદ જીલ્લા પોલીસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ ગંભીર બન્યો છે. પોલીસ તેમજ આર.ટી.ઓ વિભાગના અંતરીક સર્વેમાં પણ મોટાભાગના માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ ન પહેર્યો હોવાના કારણે મૃત્યુદર વધવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા દ્વીચક્રી વાહન ચાલકો સામે નવેસરથી ગાઈડ લાઈન બહાર પાડી છે જેમાં હવેથી મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 129 મુજબ દાહોદ જીલ્લામાં તમામ દ્વિચક્રી વાહન ચાલકો તેમજ વાહનોની પાછળ બેસેલા વ્યક્તિને હેલ્મેટ પહેરવો ફરજીયાત રહેશે. જો કોઈપણ વાહન ચાલક અથવા પાછળ બેસેલો વ્યક્તિ હેલ્મેટ વગર જોવા મળશે તો તે વાહન ચાલકનું લાઇસન્સ ત્રણ માસ માટે રદ કરવામાં આવશે. ત્યારબાદ એ વાહન ચાલક નું લાયસન્સ ભરત થયેલું હશે અને તે ફરીથી વગર વાહન ચલાવતો પકડાશે તો તેનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે અને એકવાર લાયસન્સ રદ થયા બાદ નવેસરથી વાહન ચાલકનું લાયસન્સ ઇસ્યુ થશે નહીં. તેવા પ્રકારની કાર્યવાહી મોટર વાહન એક્ટ અધિનિયમ 1988 ની કલમ 129 મુજબ કાર્યવાહીનો સામનો કરી શકે છે.જેથી દાહોદ શહેર જીલ્લાભરમાં વસવાટ કરતાં દ્વીચક્રી વાહન ચાલકોને હવેથી પણ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું પડશે નહીંતર પોલીસ કાર્યવાહીનો કરવાનો વારો આવી શકે છે.