ખેડા, ખેડા જીલ્લાના મહુધા તાલુકાના સિંઘાલી પ્રા.આ.કેન્દ્ર હસ્તકના વડથલ ગામે ઝાડા-ઉલ્ટીનાં કેસો અન્વયે આરોગ્ય ટીમ દ્વારા તા. 23.05.2024 નાં રોજ ઇન્દિરા નગરી, મોટી ભાગોળ, વાવ ફળિયું, ભગવાનદાસની ખડકી વગેરે વિસ્તારોમાં અંદાજીત કુલ 215 ઘરો અને 1070 વસ્તીમાં સઘન સર્વેલન્સ હાથ ધરતા 1 કેસ ઝાડાનો મળેલ છે.
આરોગ્ય ટીમો દ્વારા પીવાના પાણીનું સુપર કલોરીનેશન હાથ ધરવામાં આવેલ છે. પીવાના પાણીમાં આર.સી. ટેસ્ટનું પ્રમાણ પોઝીટીવ જોવા મળેલ છે. આજ રીતે તા. 24.05.2024 નાં રોજ પ્રા.આ.કેન્દ્રની 4 આરોગ્ય ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સ હાથ ધરતા એક પણ કેસ ઝાડા/ઝાડા-ઉલ્ટીનો મળેલ નથી. ગામમાં ગ્રામ પંચાયતના સંકલનમાં રહી પીવાના પાણીનું સુપર કલોરીનેશન હાથ ધરવામાં આવેલ છે. આ અન્વયે તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તેમજ મેડીકલ ઓફિસરશ્રીએ વડથલ ગામની મુલાકાત લઇ આરોગ્ય વિષયક પરિસ્થિતિની માહિતી મેળવી રોગ અટકાયતી પગલાઓ માટે જરૂરી માર્ગદર્શક સૂચનો આપેલ છે.ગામમાં સંભવિત પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલા માટે આરોગ્ય ટીમો દ્વારા સઘન સર્વેલન્સ, પીવાના પાણીના કલોરીનેશન, વોટર ક્વોલીટી મોનીટરીંગ, હીટ વેવ અટકાયત અને નિયંત્રણ પગલા માટે આરોગ્ય વિષયક પ્રચાર પ્રસાર કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. ગામમાં હાલ કોઈ રોગચાળા જેવી પરિસ્થિતિ જણાતી નથી એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ખેડા જીલ્લા પંચાયત, નડિયાદ દ્વારા જણાવવામાં આવેલ છે.