ખેડા,ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય આમ્રોત્સવ ઉજવાયો હતો. જેમાં સુરતના ભાવી ભક્તોએ ભગવાનના શણગાર માટે કેરીઓ અર્પણ કરી હતી. ભગવાના સ્વામિનારાયણને શણગારવા માટે ૨૦૦૦ કિલો કેસર કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનને ધરાવવામાં આવેલી કેરીઓ ખેડા જિલ્લામાં આવેલ તમામ અનાથ આશ્રમો, વડીલોના ઘરમાં પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવશે.
આ અગાઉ ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય બોર મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વરસોલા ગામના ખેડૂતોએ અઢી હજાર કિલો બોર ભગવાનને ધરાવ્યા હતા. મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બોરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે વરસોલા ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં બોરડીની ખેતી કરતા પહેલા બાધા લીધી હતી.જે બાધા પૂર્ણ થતા પહેલા ફાલમાં જેટલો બોરનો પાક થયો તે વડતાલ મંદિરમાં પ્રસાદ રૂપે ધરાવ્યો હતો. તો સામે મંદિર દ્વારા પણ આ બોરના પ્રસાદને આસપાસના ગરીબ,ઘરડા ઘર તેમજ ચાઇલ્ડ હોમમાં વિતરણ કરવામાં આવ્યો હતો.