શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે આજથી 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે. આજે મહોત્સવના પ્રારંભે પોથી અને કળશયાત્રા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાઈ હતી. 200 ભક્તે કરેલા શંખનાદ સાથે મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરાયો હતો.
બીજા સેશનમાં બપોરે 3 કલાકે મહાપૂજાનો પ્રારંભ કરાયો હતો. જે બાદ કથાનો પણ પ્રાંરભ થયો છે. કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ કથાની શરૂઆત થઈ હતી. વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામી કુડળધામ અને નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારધામ છે.
મહોત્સવનું દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી તેમજ અન્ય સંતો અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે આજથી 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
આજે 7 નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે 5:30 કલાકે મહેળાવથી શોભાયાત્રા નીકળી હતી. જે સવારે 7:30 કલાકે વલેટવા ચોકડીએ આવી હતી. જ્યાંથી સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં 5 હજાર મહિલા ભક્તો પોતાના મસ્તકે કળશ ધારણ કર્યા હતા અને 5 હજાર મહિલા ભક્તો પોતાના મસ્તકે પોથીયાત્રા લઈ જોડાઈ હતી.આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી, કથાના વક્તા જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) સહિત સંપ્રદાયના મોટેરા સંતો-મહંતો તથા વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરાથી પધારેલા સંતો જોડાયા હતા.
આ ઉપરાંત માતૃશ્રી તથા સાંખ્યયોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ, 5 હજાર પોથીવાળા બહેનો, 5 હજાર કળશવાળા બહેનો તથા અન્ય બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં પુરૂષ હરિભક્તો જોડાયા હતા. સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, શણાગરેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા, ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળોવાળા 2 મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ, પોથીયાત્રામાં મીલેટરી તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સમગ્ર મહોત્સવ દરમ્યાન સત્સંગીઓને બે કથા પારાયણ શ્રવણનો લાભ મળનાર છે. જેમાં સવારના સત્રમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) શ્રીજી પ્રસાદી મહાત્મ્ય કથાનું રસપાન કરાવશે. જ્યારે બપોરના સત્રમાં નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવશે. આ બંને કથાના મુખ્ય યજમાન છે. અ.નિ.પાર્ષદવર્ય હીરાભગતજી, અનિ.વાસુદેવચરણદાસજી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નૌતમપ્રકાશદાસજી અને કોઠારી નારાયણપ્રસાદદાસજી સ્વામી – ઉધનાવાળાના આશીર્વાદથી પાર્ષદ પરેશભગત તથા સહ યજમાન અ.નિ. કૃષ્ણજીવનદાસજી સ્વામી – અથાણાવાળાની સ્મૃતિમાં પુરાણી પૂજ્ય વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી છે.
પોથી અને કળશયાત્રા પૂર્ણ થયા બાદ આ મહોત્સવમાં સભામંડપ ખાતે 200 શંખનાદ કાર્યક્રમ યોજાશે.મહોત્સવના ઉદ્ઘાટન અને સ્વાગત વધામણા કાર્યક્રમ બાદ ઠાકોરજી, પોથીજી, આચાર્ય તેમજ વક્તાઓનુ પૂજન બાદ બપોરે 3 કલાકે મહાપૂજાનો પ્રારંભ થશે.