
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં સવારે 8થી 4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.
કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. કલેકટરએ ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દુર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયુ હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈ પણ જાનહાનિ કે નુકસાની હોય તો તુરંત જ જિલ્લા ઇમેજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે.
નવાયાર્ડ વિસ્તારમાં 100થી વધુ ઘરોમાં પાણી ભરાયાં

નવાયાર્ડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી.ઘરની તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે. તો સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો

વડોદરામાં નદીઓની સપાટી
- વિશ્વામિત્રી નદીની સપાટી 15.6 ફૂટે પહોંચી
- આજવા ડેમની સપાટી 208 ફૂટે પહોંચી
- વિશ્વામિત્રીની મહત્તમ સપાટી છે 23 ફૂટ
- આજવા ડેમની મહત્તમ સપાટી છે 217 ફૂટ
ગોતરી જવાનો રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓ અટવાયા
વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું બંધ થતા ગોતરી જવાનો રસ્તો બંધ થયો છે. જેનાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અટવાયા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ અને વડોદરા સ્ટેશન પરથી આવતા યાત્રીઓ અને અન્ય વિસ્તારોમાં જવા માટે વાહન વ્યવહાર જેમ કે રીક્ષા જવા માટે રાજી નથી. જે વિસ્તાર માટે 20 રૂપિયા લેવામાં આવે છે. તેનામાં ભાવ વધારો થઈ કરી 50 લેવામાં આવી રહ્યા છે. કેમ કે તેમને ફરીને જવા માટેનું રીક્ષા ચાલકો કરી રહ્યા છે. દર વર્ષની જેમ અમુક ઇંચના વરસાદમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરવાની સમસ્યા થતી હોય છે. જેના કારણે યાત્રીઓ જે સ્ટેશનથી આવતા હોય છે તેમને મુશ્કેલી પડી રહી છે. વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા ગરનાળા પાસે બેરીગેટ લગાવી દેવામાં આવ્યું છે. જો નાના ચાલકો કે ફોરવીલર જવા માટેનું પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. ઘરનાળા સુધી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વડોદરામાં ઇમરજન્સી નંબર જાહેર કરાયા

