
- પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથ પર આવકવેરા વિભાગના દરોડા
- કેમિકલ ઉદ્યોગપતિઓને ત્યાં ITની તપાસ
- 40 કરોડના દાગીના અને રોકડ રકમ જપ્ત
- બન્ને કંપનીના 40 બેંક લોકરની કરાશે તપાસ
વડોદરામાં કેમિકલ ઉદ્યોગ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકાએ IT વિભાગે 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગની ટીમોએ વડોદરામાં ગોયલ ગ્રુપ, પ્રકાશ કેમિકલને ત્યાં તપાસ હાથ ધરી છે.
300થી વધુ અધિકારીઓ સર્ચ કામગીરીમાં જોડાયા
શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલ, દિલીપ શાહ અને મનીષ શાહના નિવાસ સ્થાન, યુનિટ ઓફિસ સહિતના સ્થળોએ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. ITના 300થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
તપાસના મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા
બંને કંપનીના 40 બેંક લોકરની પણ તપાસ કરવમાં આવશે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના મોટા પાયે ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે.