
વડોદરાનાં સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 29 જેટલા લોકો ઘાયલ થયા છે. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાનાં સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતા આઈસરનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલાં કુટુંબીજનો આઇસર ટ્રકમાં જઈ રહ્યા હતા. દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે આઇસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 29 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉંમટી પડ્યા હતા. ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી 10થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રરસ્તો અને તુરત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ભોગ બનનારના પરિજન અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, છોકરાની બાબરીનો પ્રસંગ હોવાથી અમે બધા અડાસથી નટવરનગર જઈ રહ્યાં હતા. ત્યારે ભાદરવાની પેલી બાજુ પહોંચતા અમારી ટ્રક ઉપર સિમેન્ટ ભરેલું ટેન્કર માથે જ ચડાવી દીધુ હતું. આ અકસ્માતમાં અમારા 35થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ટેન્કર વાળો સીધો અમારી માથે જ પડ્યો હતો.
ઘાયલો તેમજ મૃતકોનું લીસ્ટ
