વડોદરામાં વોર્ડ મિટીંગ અને થ્રીડી સેલ્ફી પોઈન્ટનુ આયોજન કરાશે

દાહોદ,

જી-20 સમિટ 2023નુ યજમાન ભારત દેશ બન્યુ છે. અને તેમાંય ગુજરાત રાજયના આંગણે જી-20 સમિટની મહત્વની 16 ઈવેન્ટ આ વર્ષમાં થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જનભાગીદારી કેળવાય તેવા શુભાશયથી જી-20 સમિટ 2023ની ઉજવણી અંગર્તત જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન થવાનુ છે. વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં 16 માર્ચે સવારે 9 વાગ્યે નગરપાલિકા વિસ્તારમાં જી-20 સમિટ 2023ની વિષય વસ્તુ સાથે જી-20નુ બ્રાન્ડિંગ, પેન્કવેટ, બ્રોસર સાાથે વોર્ડ મિટીંગ યોજવામાં આવશેે. આ વોર્ડ મિટીંગમાં નગરપાલિકા વિસ્તારના પદાધિકારીઓ, પ્રમુખો, પુર્વ પ્રમુખો, તેમજ અન્ય ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા નાગરિકો ભાગ લેનાર છે. વોર્ડ મિટીંગમાં વિવિધ સક્ષમ વકતઓ દ્વારા જી-20 વિષય પર વકતવ્ય આપશે. આ ઉપરાંત વિવિધ જાણીતા સ્થળો જેવા કે પર્યટન સ્થળ, બાગ-બગીચા તથા સિવિક સેન્ટરો પર 3ડી સેલ્ફી પેઈન્ટ્સનુ આયોજન કરાશે. દાહોદમાં પણ આયોજન કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.