
ગોધરા,વડોદરા સયાજી હાોસ્પિટલ માંથી મૃત નવજાત મળી આવેલ મૃત નવજાતને ગોધરા રોગી કલ્યાણ સમિતિ લખેલ કાપડમાં વિંટેલું મળી આવતાં રાવપુરા પોલીસ ગોધરા સિવિલમાં આવી મૃત નવજાત બાળકની માતા-પિતાને શોધવા તપાસ આદરી છે.
વિસ્તૃત વિગતો મુજબ વડોદરા સયાજી હોસ્પિટલ માંથી મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. મૃત નવજાત બાળકને “ગોધરા રોગી કલ્યાણ સમિતિ” લખેલા કપડાંમાં વિંટેલુંં મળી આવ્યું હતું. જેથી રાવપુરા પોલીસ મૃત નવજાત બાળકના માતા-પિતાની શોધ કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવી તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ માંથી છેલ્લા સપ્તાહમાં જન્મેલા અને વડોદરા રિફર કરવામાં આવેલ બાળકો અને માતા-પિતાની વિગતો તપાસવાની શરૂ કરાઈ છે.