ગોધરા,વડોદરા ખાતે આવેલ વંદના વિદ્યાલયમાં અભ્યાસ કરતા રૂદ્ર મહેશભાઈ કનોજીયાને વર્ષ 2022-23 અંતર્ગત ધોરણ ચારમા શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યા અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ તેઓનું આજે શાળા પરિવાર વતીથી એવોર્ડ- સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું . વ્હાલા રૂદ્રના આ સન્માન બદલ પોતાના માતા પિતા અને સર્વ સ્નેહીજનોમાં ખુશીઓની લહેર વ્યાપી ગઈ હતી. સર્વ સ્નેહીજનોએ તેઓનું વિદ્યાર્થી જીવન શ્રેષ્ઠ અને ઉજ્જવળ બને તેવા શુભ આશિષ પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂદ્ર થોડા સમય અગાઉ બીમાર પડી જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન શાળામાં ગેરહાજર રહ્યો હતો. હોસ્પિટલમાં પણ તે શાળાના પુસ્તકો વાંચી અભિયાસ પૂર્ણ કર્યો અને ટૂંક સમયમાં સાજા બની અડગ મનમાં મુસાફરની જેમ અભિયાસ પ્રવુર્તિમાં જોડાઈને વડોદરા શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.