
વડોદરાના સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અત્યારે નાની નાની બાબત પર મારામારી થતી હોય છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં એક કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર જૂની અદાવત અને બાઈક ચાલકોને ઠપકો આપતા બબાલ થઈ છે. તલવાર અને દંડા લઈને કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. આ ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. બે જૂથ વચ્ચે અચાનક પથ્થરમારો થતા મહિલાએ પોલીસને જાણ કરી હતી. સમા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને મામલો થાળે પાડ્યો છે. પોલીસે આ મામલે ૧૧ લોકોની અટકાયત કરી છે. ૪ની શોધખોળ હાથ ધરી છે.