વડોદરા,મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરીથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં ઓપીડી-૧૬ પાસેથી એક મૃત હાતલમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને CCTV ની મદદથી તપાસ શરૂ કરી છે.
રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, મૃત બાળકને કોણ મૂકી ગયું છે, તેની તપાસ કરવા માટે અમે CCTV ચેક કરી રહ્યા છીએ. નવજાત બાળકની નીચે પ્લાસ્ટિકની બેગ મળી આવી છે. જેમાં ગોધરા જનરલ હોસ્પિટલ એડ્રેસ લખેલુ છે. જેથી એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે આજે સવારે એક તબીબ સયાજી હોસ્પિટલની ઓપીડ-૧૬ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેઓએ લાવારીસ હાલતમાં બાળક જોયું હતું. જેથી તેઓ ચોંકી ગયા હતા, પરંતુ તપાસ કરતા આ બાળક મૃત હોવાનું બહાર આવ્યું હતું. તબીબે તુરંત જ આ અંગે સયાજી હોસ્પિટલના એમએલઓને જાણ કરી હતી અને MLOને રાવપુરા પોલીસને જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં તુરંત જ રાવપુરા પોલીસની ટીમ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને બાળકના મૃતદેહને કોણ મૂકી ગયું તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃત બાળકના માતા-પિતાને શોધવા માટે સીસીટીવીની મદદ લીધી છે.
રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, મૃત બાળકને કોણ મૂકી ગયું છે, તેની તપાસ કરવા માટે અમે સીસીટીવી ચેક કરી રહ્યા છીએ. નવજાત બાળકની નીચે પ્લાસ્ટિકની બેગ મળી આવી છે. જેમાં ગોધરા જનરલ હોસ્પિટલ એડ્રેસ લખેલું છે. જેથી એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અગાઉ પણ ત્યજી દેવાયેલા બાળકો મળી ચુક્યા છે. આ ઉપરાંત મૃત હાલતમાં પણ નવજાત બાળકો મળવાની ઘટનાઓ સામે આનવી ચુકી છે, ત્યારે આ વખતે બાળકને કોણ મૂકી ગયું તે તપાસનો વિષય છે.