વડોદરા, મકરપુરા વિસ્તારમાં આવેલ વલ્લભ કોલોનીમાં રહેતા નર્મદાબેન જાટવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓના પતિને વર્ષો અગાઉ અકસ્માત નડતા માથામાં ગંભીર ઇજાઓ થવાથી માનસિક રીતે અસ્વસ્થ છે. ૨૮ મે ના રોજ તેઓ મકાનને લોક કરી પતિ સાથે દીકરાના ઘરે ગયા હતા. જોકે પરત આવવાના સમયે વાવાઝોડા સાથે વરસાદ થતાં દીકરાના ઘરે જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે તેમના તથા પાડોશી દિયર રાકેશ ચુનીલાલ જાટવ ઘરે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી બેડરૂમની તિજોરીનો સામાન વેરવિખેર કરી તેમાંથી રૂપિયા ૧.૮૩ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું.