વડોદરાના યુવા કોર્પોરેટર જાતે એમ્બ્યુલન્સ ચલાવી અક્સ્માત સ્થળ પર પહોંચ્યાં

વડોદરા, વડોદરાના યુવા કોર્પોરેટર અનોખી સેવા બજાવી જાતેજ એમ્બ્યુલન્સ લઇ અક્સ્માત સ્થળ પર દોડી જઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડી સમાજસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ-૯ના ભાજપ કોર્પોરેટર શ્રીરંગ આયરેને આજે ૭ એપ્રિલે બપોરે લક્ષ્મીપુરા રોડ અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી , જેથી તેઓ પળવારનો વિલંબ કર્યા વગર પોતાની સંસ્થાની એમ્બ્યુલન્સ લઇને અક્સ્માત સ્થળ પર દોડી ગયા હતા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે બપોરે ગોરવા લક્ષ્મીપુરા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ યુવકને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર હોવાથી કોર્પોરેટર શ્રીરંગની સંસ્થાને એમ્બ્યુલન્સ માટે ફોન અવ્યો હતો.

જોકે આજે રવિવાર અને બપોરનો સમય હોવાથી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જમવા માટે ગયો હતો. જેથી ડ્રાઇવર ન હોવાથી સમય બગાડ્યા વગર કોર્પોરેટર શ્રીરંગ આયરે અકસ્માત સ્થળ પર એમ્બ્યુલન્સ ચલાવી દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં લઈ જઇ સમાજસેવાનું ઉત્કૃષ્ઠ ઉદારણ પૂરું પાડ્યું હતું.