વડોદરા, વડોદરા શહેર ભાજપ સંગઠન તેમજ પાલિકા સત્તાધીશો વચ્ચે વિવાદ વકર્યો છે. વિવાદ વકરતા પ્રદેશ અયક્ષ સી.આર.પાટીલની દરમિયાનગીરી કરવાની જરૂર પડી છે. ત્યારે આજે વડોદરા પાલિકાનાં હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવામાં આવ્યા છે. તેમજ વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને ૩ મહામંત્રીને પણ સુરત બોલાવવામાં આવ્યા છે. પાલિકામાં ચાલતા વિવાદનો અંત લાવવા સી.આર.પાટીલે મીટીંગનું આયોજન કર્યું હતું.
આ બાબતે મહાનગર પાલિકાના સત્તાધિશો તેમજ ભાજપ સંગઠનનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ. તેમજ માત્ર મીટીંગ હોવાનો મેસેજ આવ્યો હોવાનું જણાવી રહ્યા હતા. આ મીટીંગમાં મહાનગર પાલિકાના મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત મહાનગર પાલિકાના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય મનીષા વકીલ સહિત સાંસદ તેમજ અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.