વડોદરા,વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે ૪૮ પર માગલેજ ગામ પાસે આવેલી કંપનીમાં કરાતા બાંધકામના સ્લેબનો પિલર તૂટી પડ્યો છે. મરક્યુરી મેટર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ અકસ્માત સર્જાયો છે. સ્લેબ ધરાશાયી થઇને શ્રમિક ઉપર પડ્યો છે. જેમાં શ્રમિકનો ડાબો હાથ શરીરથી અલગ પડી ગયો છે. બિલ્ડિંગના સ્લેબની કામગીરી ચાલતી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી. જે પછી તાત્કાલિક કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં વારંવાર બાંધકામ સાઇટ પર સ્લેબ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આમ છતા બાંધકામના સ્થળો પર શ્રમિકોની સલામતી માટે કોઇ સાવચેતીરુપ પગલા લેવામાં આવતા નથી. ત્યારે વડોદરા જિલ્લામાં આવેલી એક કંપનીમાં બાંધકામના સ્થળ પર વધુ એક બેદરકારી યુક્ત કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લામાં કરજણ નેશનલ હાઇવે ૪૮ પર માગલેજ ગામ પાસે મરક્યુરી મેટર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. જેમાં બિલ્ડિંગના બાંધકામ સમયે એક દુર્ઘટના ઘટી છે.
મરક્યુરી મેટર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બાંધકામ દરમિયાન એક સ્લેબ ધરાશાયી થયો હતો. આ સ્લેબ તૂટીને ત્યાં કામ કરી રહેલા એક શ્રમિક પર આવીને પડ્યો હતો. આ ઘટનામાં શ્રમિકનો હાથ તેના શરીરથી અલગ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં શ્રમિકે પોતાનો હાથ ગુમાવવાનો વારો આવ્યો છે.