વડોદરાના ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. ગેમઝોન સંચાલકો પાસે લાયસન્સ ના હોવા બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મનોરંજનના એકમો પર ફાયર સેટી ઉપરાંત અન્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું. જેમાં સુરક્ષામાં ચૂક તેમજ મંજૂરી વગર ચાલતા ગેમઝોન એકમો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવતા નોટિસ આપવા ઉપરાંત ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કડક પગલા લેવાતા પાલિકા, ફાયર અને કમિટી દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
વડોદરામાં ખોડલપાર્ક ગેમઝોન ,સેન્ટ્રલ મોલના ફનપેઝના સંચાલકો સામે ફરિયાદ નોંધાવામાં આવી. જ્યારે સેવન સીઝના કે ઝોનના સંચાલકો સામે પણ ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તમામ ગેમઝોન સંચાલકો સામે લાયસન્સ ના હોવા બદલ ગુનો નોંધાયો. ગેમઝોન, એમ્યુઝમમેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ પર સુરક્ષાને લઈને તંત્ર એકશન મોડ પર છે. રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ના સર્જાય માટે પાલિકા દ્વારા વધુ ટીમની રચના કરી શહેરમાં વિવિધ એકમોમાં બી.યુ પરમિશન અને ફાયરસેટીને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરના ત્રણ ગેમઝોન સંચાલકો સામે લાયસન્સ અને પરવાનગી ના હોવા છતાં બીજાના જીવને જોખમમાં મૂકીને તેમનું એકમ ચાલુ રાખવામાં આવ્યું છે. આ મામલે ખોડલપાર્ક ગેમઝોન ,સેન્ટ્રલ મોલના ફનપેઝના સંચાલકો અને મેનેજર સામે ઈપીકો કલમ ૩૩૬ તથા જી.પી. એક્ટ કલમ ૩૩ ૧૩૧ મુજબ મુજબ ગુનો દાખલ કરાયો છે.