વડોદરામાં દશામાંની આગમન યાત્રામાં યુવકનેે ઢોર માર મારતા મોત

વડોદરામાં ઉગ્ર બોલાચાલીમાં ૩ યુવકોએ એક યુવકને ઢોર માર માર્યો હતો. દરમિયાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતા આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં ઠેકરનાથ દશામાંની મૂતનાં આગમન સમયે બોલાચાલી થઈ હતી. દશામાંની મૂત આગમન યાત્રામાં ડીજેમાં ડાન્સ કરતા સમયે મૃતક પીયૂષ ઠાકોરનો હાથ અન્ય યુવકને અડતાં બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા ૩ યુવકોના દ્ધારા મૃતક પીયુષ ઠાકોરને હાથમાં પહેરેલ કડા તેમજ લાતોથી ઢોર માર માર્યો હતો. આગમન યાત્રામાં મારામારી થતાં ૨૦ વર્ષના યુવકની હત્યા થઈ હતી.

મારામારીમાં ગંભીર રીતે ઘાયલ પીયુષ ઠાકોરનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પીયુષ ઠાકોરની માતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હત્યારા રાહુલ પરમાર, રવિ તડવી, ધર્મેશ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં ત્રણે આરોપીઓએ ગુનો કબૂલ કર્યો છે.