વડોદરા, વડોદરા જીલ્લાના ડભોઈમાં ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત થતા ચકચાર મચી છે. ચાંદોદ નજીક ગામડી નજીક રેલ્વે લાઈન પર ઘટના બનાવા પામી છે. પ્રતાપનગર કેવડિયા દોડતી ટ્રેન નીચે ૧૨ વર્ષનો દીપડો આવી જતા તેનું મોત નિપજ્યું હતું, આ અંગે રેલ્વે વિભાગે વન વિભાગને જાણ કરી છે.
અગાઉ પણ વડોદરાના ડભોઈમાં દીપડાના મોત થવાથી ચકચાર મચી હતી. ઉપરાંત દીપડા ખુલ્લામાં આંટા મારતા પણ જોવા મળ્યા છે. વાહનચાલકો દ્વારા દીપડાને અડફેટે લેવાની ઘટના કેટલીય વખત બની છે. વન વિભાગની તકેદારી રાખવા છતાં અવારનવાર દીપડાના મોતને પગલે પર્યાવરણપ્રેમીઓ ચિંતાતુર બન્યા છે.વન વિભાગ પણ દીપડાના મોતને પગલે દોડતું થઈ ગયું છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.