ભારે વરસાદને પગલે વડોદરામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. વડોદરામાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યુ છે. જેથી વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોચી છે. સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પર 35 ફૂટ પર પહોંચી છે.
ભારે વરસાદને પગલે વડોદરામાં ભારે વરસાદના કારણે આજે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આજે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યુ જેની અસરથી આવનારા 36 કલાકમા આટલા જિલ્લાઓમાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિભારે વરસાદ પડશે. તેથી સાવધાન રહેજો.
વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ પર પહોંચી છે. વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વડોદરા ટ્રાફિક એસીપી, એમ એસ યુનિ તેમજ ફતેગંજ નરહરિ હોસ્પિટલમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પાણી ફરી વળ્યાં છે. વુડા સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે. વિશ્વામિત્રી નદીના પાણી સયાજી હોસ્પિટલમાં ફરી વળ્યાં છે.
આજવા સરોવરમા પાણી છોડાતા આસપાસના ગામમા પાણી ઘૂસ્યા છે. આસોજ ગામમા પાણી ઘુસતા એક હજાર લોકોનુ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વડોદરા તાલુકાના આસોજ ગામમાં આજવા સરોવરના પાણીની અસર થતાં આસોજ ગામના તળાવનું પાણી લોકોના ઘરોમાં પાણી ચૂક્યા છે. આખા આસોજ ગામમાં પાણી જોવા મળી રહ્યું છે. આસોજ પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ચુક્યા છે અને આસોજ પ્રાથમિક શાળામાં પણ ઘણું નુકસાન થયું છે. આસોજ ગામમાં વિકટ પરિસ્થિતિ છે. લોકોનું કહેવું છે કે સરપંચ કે તલાટી જોવા પણ નથી આવ્યા. લોકો પોતે પોતાના જીવ બચાવવા માટે જે કે હાથમાં આવ્યું તે લઈ અને સુરક્ષિત જગ્યા પર પહોંચ્યા છે. આસોજ ગામની પરિસ્થિતિ વધુ વકરી રહી કેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે. તો આગામી બે દિવસમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આમ તો રાજ્યમાં ૩૧ ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરે આગામી ૩ દિવસ ભારે વરસાદની આગાહાને કારણે લોકોને બિનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરી છે.
રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે ૨૭ ઓગસ્ટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરે લોકોને અપીલ કરી છે. કલેક્ટરે લોકોને ૩ દિવસ ભારે વરસાદને કારણે બિનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરી છે. કલેક્ટરે કહ્યું કે, ૧૦ જેટલા ડેમ ઓવરલો થયા હોવાથી આ વિસ્તારોમાં ન જવું.
કલેક્ટરે રાજકોટ જિલ્લાની જનતાને અપીલ કરતા કહ્યું કે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હોય તો રસ્તો ન ઓળંગવો. આ સાથે નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને સેલ્ટર હોમમાં પહોંચી જવાની અપીલ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. લોકમેળામાં આવેલા શ્રમિકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. સેલ્ટર હોમમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સીઝનમાં પ્રથમવાર રાજ્યના ૩૩ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.