ગોધરા,મોરવા(હ)પોલીસ મથક ખાતે વર્ષ-2021માં ખુનનો ગુનો નોંધાયો હતો. જેમાં વિક્રમ અંબાલાલ મછારને પોલીસે આરોપી તરીકે ઝડપી પાડી જે તે વખતે નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની કોર્ટની સજા ફટકારી વડોદરા મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ત્યારે આરોપી પાકા કામના કેદી તરીકે વડોદરા મઘ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. જેને પેરોલ રજા મળતા મુકત કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી પેરોલ રજા પુર્ણ થયા બાદ પણ પરત જેલ ખાતે હાજર નહિ થતાં ફરાર થઈ ગયો હતો. જે મામલે મોરવા(હ)પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ગોધરા પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઈન્સ્પેકટર ભાવિન એમ.રાઠોડને ખાનગી બાતમી મળી હતી કે, ઉપરોકત ફરાર આરોપી હાલ સૈયદપુર તા.ભુજ જિ.કચ્છ ખાતે રહી મજુરી કામ કરી રહ્યો છે. જેથી ગોધરા પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત આરોપી મળી આવ્યો હતો. જેને પોલીસે ઝડપી પાડી વધુ સજા ભોગવવા માટે વડોરા મઘ્યસ્થ જેલમાં મોકલી આપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવા મોરવા(હ)પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.