વડોદરામાં યુવકની એક ભૂલ અને આગમાં ઘરમાં જ જીવતો સળગી ગયો

વડોદરા, વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શહેરના મકરપુરા વિસ્તારમાં એક યુવક ઘરમાં જ જીવતો સળગી ગયો હતો.આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી.

મળતી માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષના નિકુંજ પુરોહિત નામના યુવકે તેના ઘરે દારૂની મહેફિલ માણી સૂઈ રહ્યો હતો. યુવક ઘરમાં એકલો સૂતો હતો,સૂતા પહેલા તેને સિગરેટ સળગાવી હતી અને નશામાં હોવાથી સિગરેટ પીને ઓલવાનું રહી જતા સિગરેટના લીધે ગાદલામાં આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આગ ફેલાવા લાગી અને આ ગાલમાં યુવક જીવતો સળગી ગયો.

આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરમાં લાગેલી આગને કાબૂમાં મેળવ્યો હતો. બાદમાં યુવકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયો હતો.