વડોદરામાં સાયબર ક્રાઇમના આરોપીને ‘પાસા’ થવાનો પ્રથમ કિસ્સો

વડોદરામાં સાયબર ક્રાઇમના આરોપીને પાસાની સજા થઇ છે. સાઇબર ક્રાઇમના ગુના હેઠળ પાસા થયા હોય તેવો વડોદરાનો આ પ્રથમ કિસ્સો છે. આરોપી સાજીદ ખાનને પાસા હેઠળ ભાવનગર જેલ મોકલવામાં આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમે મેવાતના સાયબર ક્રિમિનલને પાસા ધારા હેઠળ ભાવનગર જેલમા ધકેલ્યો છે.

વડોદરામાં સાયબર ક્રાઇમના આરોપીને પાસા થવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમે મેવાતના સાયબર ક્રિમિનલને પાસા ધારા હેઠળ ભાવનગર જેલમા ધકેલ્યો છે. આરોપી સાજીદ ખાન સામે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવતો હોવાનો આરોપ છે. તે મોર્ફ કરેલા વિડિયોને લઇને યુવતીને બ્લેકમેઇલ કરતો હતો. નિર્દોષ નાગરિકોને બ્લેકમેઇલ કરનાર મેવાતી ગેંગના સાગરીત સાજીદ ખાનને ‘પાસા’ હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.

મહત્વનું છે કે સાઇબર સેલે બે મહિના અગાઉ રાજસ્થાનના કોટ ગામમાંથી સાજીદ ખાનને ઝડપ્યો હતો. સાજીદ ખાન પોતે CBI ઓફિસર હોવાનું કહી પૈસા પડાવતો હોવાની પણ તેની સામે ફરિયાદ થઇ હતી. સાયબર સેલે આરોપીને પાસા હેઠળ ભાવનગર ની જેલમાં મોકલી આપ્યો છે.