
વડોદરા, વડોદરામાં સાકરદા ગામ નજીક મોક્ષી રોડ પર બાબરી પ્રસંગે પરિવારને લઈને જઈ રહેલી આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટ્નેકર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ૨૫ જણાને નાની મોટી ઈજા થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ બનાવની વિગત મુજબ છોકરાના બાબરી પ્રસંગે ૫૦ જેટલા પરિવારજનો આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા. દરમિયાન સાકરદા અને મોક્સી ગામની વચ્ચે આઈસર અને સિમેન્ટ ભરેલા ટેક્ધર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે જણા મોતને ભેટ્યા હોવાનું કહેવાય છે. જ્યારે અન્ય ૨૫ જમાને નાની મોટી ઈજા થતા તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની જાણ થતા મોક્ષી ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાથી ૧૦ થી ૧૨ એમ્બ્યુલન્સમાં સારવાર હેઠલ નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગમખ્વાર અકસ્માતના આ બનાવને પગલે બાબરીની વિધી માટે જઈ રહેલા કુટુંબીજનોનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. અકસ્માતના સ્થળે ઈજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં પડેલા નજરે ચડ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી માનવતા દાખવી હતી.
બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં મૃત્યુંઆંક વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ અકસ્માતનો બોગ બનનાર એક કુંટુબીજન અર્જુનભાઈનું કહેવું ચે કે તેઓ છોકરાની બીબરીના પ્રસંગ માટે અન્ય પરુવારજનો સાથે અસથી નટવરનગર જઈ રહ્યા હતા. જેમાં ભાદરવાની સામેની તરફ પહોંચતા અમારી આઈસર ટ્રક પર સિમેન્ટ ભરેલુ ટેન્કર ધસી આવ્યું હતું. આ અકસ્માતમાં અમારા પરિવારજનો મળીને ૩૫ જેટલા લોકો ઘાયલ થયા છે.