વડોદરામાં સ્પાની આડમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ પકડાયું

વડોદરા, વડોદરામાં સ્પાની આડમાં ચાલતું દેહવ્યાપારનું રેકેટ પકડાયું હતું. અહીં પરપ્રાંતીય યુવતી પાસે દેહવ્યાપારનો પર્દાફાશ કરાવવામાં આવતો હતો. માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ પડી હતી. માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્પા તૌશિક ખત્રી નામનો શખ્સ ચલાવતો હતો. પોલીસે સ્પા મેનેજરની પણ ધરપકડ કરી છે. વડોદરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને યુવતીને કઢંગી હાલતમાં પકડી પાડી હતી. રોકડા રૂપિયા અને મોબાઇલ સહિત મેનેજરની ધરપકડ કરી હતી.

વડોદરા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલ સ્પામાં રેકેટ ચાલે છે. આ સ્પાનો માલિક બહારથી પરપ્રાંતીય યુવતીઓ બોલાવે છે. બોડી મસાજના ઓથા હેઠળ શરીરસુખ માણવા ઇચ્છુક યુવકોને યુવતીઓ બતાવે છે. ગ્રાહકોની પસંદગી મુજબ એક કલાકના બે હજારથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી લઈ રેકેટ ચલાવે છે.

આ બાતમીના આધારે પોલીસે કૌભાંડનો પર્દાફાશ કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો. યુવતી રૂમમાં પ્રવેશે તરત જ ડમી ગ્રાહક મિસ કોલ કરશે તે નક્કી થયું હતું. ડમી ગ્રાહકે સ્પા સેન્ટરમાં પહોંચતા જ યુવતી સાથે બોડીમસાજ તેમજ શરીરસુખ માણવા ચાર હજાર રૂપિયા નક્કી કર્યા હતા. તેના પછી ડમી ગ્રાહકે સિંગ્નલ આપતા જ પોલીસ ત્રાટકી હતી અને યુવતી કઢંગી સ્થિતિમાં ઝડપાઈ હતી.