વડોદરામાં સરેરાશ ૩ અકસ્માતે એક વ્યક્તિ જીવ ગુમાવે છે, સ્પીડ ગનનો ઉપયોગ જરૂરી

વડોદરા ગુજરાતના વસ્તી-વિસ્તારમાં સૌથી મોટા ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક જ વર્ષમાં માર્ગ(વાહન) અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તેનો એક અહેવાલ કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલય દ્વારા ડિસેમ્બર-૨૦૨૨માં પ્રકાશિત થયો છે. પૂરપાટ ઝડપે જતા વાહનોથી ૨,૭૯૧ અકસ્માતો થયા છે, જેમાં ૯૫૮ લોકોએ દમ તોડી દીધો હતો. વડોદરા શહેરમાં ૨ વર્ષમાં જ ૨૯૯ મોત થયા છે,, જ્યારે ૭૫૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દેશના ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રસ્તા પર થતાં વાહન અકસ્માતો વિશેના રાષ્ટ્રીય અહેવાલ મુજબ રાજ્યના ચારેય મહાનગરોમાં ઓવર સ્પીડથી જતા વાહનથી થતાં દર ૩.૧૭ અકસ્માતમાં વડોદરામાં એક મોત થાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૨૦૨૧માં કોરોનાના બીજા વેવ દરમિયાન પણ કુલ અકસ્માત ૨૦૨૦ કરતા ૧૩.૪% વધુ હતા, મોતમાં ૧૬.૪%નો વધારો થયો છે.જોકે માર્ગ સલામતી સાથે સંકળાયેલા અધિકારીઓ ૨૦૨૩માં અકસ્માતોના આંકડાઓની હરિફાઇ ૨૦૧૨ના ડેટા સાથે કરી અકસ્માત ઘટ્યાની નોંધ કરી હાશકારાનો સંતોષ જાહેર કરે છે.

અકસ્માતમાં મોત અને ઇજાની ઘટના સૌથી વધુ અમદાવાદમાં
અકસ્માતમોતઘાયલ
શહેર2020-212020-212020-2021
અમદાવાદ1,185-1,433340-404786-1062
વડોદરા481-464153-146408-349
સુરત575-704191-272423-513
રાજકોટ432-346138-136324-290
કુલ2,673-2791822-9581941-2214