વડોદરામાં રૂ. ૧૫૦૦ ની લેતીદેતીમાં લાકડીઓ વડે તૂટી પડતા યુવકનું મોત

વડોદરા, વડોદરા પાસે પાદરામાં રૂ. ૧૫૦૦ ની લેતીદેતીમાં પાંચ જેટલા લોકો યુવકો પર તુટી પડ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ભાગવામાં સફળત રહ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં યુવકને બેભાન અવસ્થા દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો છે. આખરે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કિરીટભાઇ શનાભાઇ પાટણવાડીયા (ઉં. ૨૮) (રહે. ડભાસા ગામ, ગદાખાર વિસ્તાર, પાદરા) જણાવે કે, સવારે અગિયાર વાગ્યે પરિવારના સભ્યો સાથે કમલેશભાઇ ઘનશ્યામભાઇ પાટણવાડીયા માટે છોકરી જોવા મીંઢોડ ગામે મિત્રની ઇકો કારમાં જાય છે. અને સાંજે પરત આવે છે. પછી ઇકો કાર આપવા માટે તેઓ ધવલભાઇ મહેશભાઇ પાટણવાડીયા અને કમલેશ ઘનશ્યામભાઇ પાટણવાડીયા ક્રોસરોડ હોસ્પિટલ ડભાસા જાય છે. અને ઇકો કાર આપીને પરત આવી રહ્યા હોય છે. દરમિયાન સાંજે સાત વાગ્યે તેમના મોબાઇલ પર ફોન આવે છે, અમે સામેની વ્યક્તિ જણાવે છે કે, હું વિકાસ બોલું છું. મારી પાસે સુરેશ તડવી રૂ. ૧૫૦૦ માંગે છે. જે મેં તેની પાસે ઉછીના લીધા હતા. રૂપિયા બાબતે સુરેશ સાથે ઝગડો થતા તેણે મોબાઇલ ફોન લઇ લીધો છે. અને બે ઝાપટ પણ મારી છે.

જેથી તેઓ જણાવે છે કે, તું ત્યાં ઉભો રહે. હું રૂ. ૧૫૦૦ લઇને આવું છું. જે બાદ ત્રણેય પાદરાથી સોખડા કેનાલ પહોંચે છે. ત્યાં વિકાસ મળે છે, અને તેને પૈસા કોને આપવાના છે તે પુછવામાં આવે છે. જે બાદ તે નજીકના એક કરાનમાં લઇ જાય છે. મકાનમાં ચાર માણસો બેઠા હોય છે. તેમાંથી વિકાસ જેને પૈસા આપવાના છે તેના તરફ આંગળી ચિંધે છે. જે બાદ સુરેશ તડવીને પુછવામાં આવે છે કે, તમને રૂ. ૧૫૦૦ મળી જશે, પણ કઇ બાબતના રૂપિયા માંગો છો, મારા ભાઇને કેમ માર માર્યો છે, તેનો મોબાઇલ કેમ લઇ લીધો છે.

આટલું કહેતા જ સુરેશ તડવી જોરથી બુમ પાડી કહે છે કે, વિશાલ લાકડીયો લઇ આવ આ લોકોને ચરબી ચઢી છે. જે બાદ એરક મહિલા સહિત અન્ય ત્રણ લોકો તમામને લાકડીઓ વડે માર મારે છે. પોતાનો જીવ બચાવવા તમામ ભાગે છે. થોડેક આગળ જતા જીવ બચાવી ભાગેલા ત્રણ એકત્ર થાય છે. પરંતુ વિકાસ સાથે ન હતો. તેવામાં જાણવા મળ્યું કે, વિકાસ ભાગવા જાય છે, પણ તેને પકડી લેવામાં આવે છે. ત્યાર બાદ તે ત્યાંથી નિકળી શકે છે કે નહિ તે અંગે કોઇ જાણતું નથી.

જે બાદ ૧૦૦ નંબર પર ફોન કરતા પુોલીસ આવી જાય છે. દરમિયાન ભાભીનો ઘરેથી ફોન આવે છે, તેઓ પુછે છે કે, તમે ક્યાં છો. કંઇ થયું કે શું. પાદરા દવાખાનામાંથી ફોન આવ્યો છે, કહે છે કે, વિકાસને દવાખાને લઇ જવામાં આવ્યો છે, અને તે બેભાન છે. આખરે તબિબોએ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સુરેશ તડવી, વિશાલ તડવી સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, સ્થાનિક સુત્રો આ ઘટના પાછળ તાડીના વેચાણ અંગે જણાવી રહ્યા છે.