વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામની ચૂકવણી કરવામાં ન આવતા સફાઈ કામદારોનું વિરોધ પ્રદર્શન

પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામ માટે ચૂકવણી ન કરવામાં આવતા સફાઈ કામદારોએ વીએમસીના ખંડેરાવ માર્કેટ હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શનમાં બેઠા હતા. આ કામદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા, પરંતુ તે વડોદરાના રહેવાસી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

કામદારોએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓને નિયમિત રોજગાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વચનનું પાલન કરવામાં ન આવ્યાનું પ્રકાશમાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો.કોર્પોરેશન પોતે વચન આપીને ફરી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોએ તેના લીધે આંદોલન શરૂ કર્યુ છે. તેના લીધે વડોદરાની સફાઈની સેવા વધુ કથળે તેમ માનવામાં આવે છે.

વડોદરામાં હજી પણ પૂરના પાણી માંડ-માંડ ઓસર્યા છે અને સફાઈની તાતી જરૂરિયાત છે તે સમયે વડોદરા મ્યુનિ.નું આ વલણ વડોદરાની સ્થિતિ વધુ બગાડી શકે તેમ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે વડોદરા આવીને ગયા છે ત્યારે પણ જો કોર્પોરેશન આ પ્રકારનું વલણ ધરાવશે તો વડોદરાને તો ભગવાન જ બચાવે તેવી સ્થિતિ હશે.

કાર્યર્ક્તા સ્વેજલ વ્યાસ સાથે કામદારોએ ચુકવણીની માંગ સાથે વીએમસી હેડક્વાર્ટર તરફ કૂચ કરી. તેઓએ જેમને પૈસા ચૂકવ્યા ન હતા તેમના સંપર્ક નંબરો સાથેની યાદી ફરતી કરી. કામદારો શનિવારની રાત્રે પણ રોકાયા હતા અને વીએમસી ગેટની બહાર તેમના માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. અમદાવાદથી મોકલવામાં આવેલા ઓર્કર્સને સ્થાનિક રીતે ભાડે રાખવામાં આવ્યા હતા. આમ સફાઈ માટે બોલાવવામાં તો આવે છે, પરંતુ તેઓને ચૂકવણી કરવામાં આવતી નથી. આ તો જાણે સફાઈ કામદારોની જ સફાઈ કરી દેવામાં આવી હોય તેવી વાત છે.