અમદાવાદ, વડોદરાના સાવલીના સામંતપુરામાં વિધવાઓના દસ્તાવેજ સાથે ચેડાં કરી તેમની જમીન પચાવી પાડનારા કૌભાંડીઓની હવે ખેર નથી. CM ભૂપેન્દ્ર પટેલે જમીન કૌભાંડની તપાસ કરવાનો કલેક્ટરને આદેશ આપ્યો છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મહેસૂલ વિભાગના અધિકારીઓ કૌભાંડના માસ્ટર માઇન્ડ હોવાનો આક્ષેપ કર્યો.
ભૂમાફિયાઓ અને અધિકારીઓ સાંઠગાંઠ રચી મોટા પાયે કૌભાંડ આચરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો યોગ્ય તપાસ થાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ છે. આથી જ સીએમે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. તો આ અગાઉ વડોદરાના તાંદલજાની કરોડો રૂપિયાની પચાવી પાડેલી જમીન સરકાર હસ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જમીનના કૌભાંડમાં સંડવાયેલા શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.