વડોદરા ગ્રામ્યના વેગા ચોકડીથી ડભોઈ જતા રોડ પરથી સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ દારૂ ભરેલી મૂતી બ્રીઝા કાર પકડી પાડી હતી. કારમાંથી પોલીસે રૂ,૨,૩૯,૬૮૦ ની કિંમતનો દારૂ તથા કાર મળીને કુલ રૂ. ૭,૪૦,૧૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે વડોદરાના વાઘોડીયાના રહેવાસી રઝાક અબ્દુલ મન્સુરીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂના ધંધાનો મુખ્ય આરોપી, તેનો ભાગીદાર, દારૂ ભરીને આપી જનાર અને કારનો માલિક મળીને ચાર શખ્સોની શોધા હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ કરી રહી છે.