વડોદરામાં ક્રિકેટની બબાલમાં બે જૂથ વચ્ચે અથડામણ: ચપ્પુ-છરાથી હુમલો કરાયો

વડોદરા, વડોદરાનાં સયાજીપુરામાં બે જૂથ વચ્ચે ગત મોડી રાત્રે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરાતા ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગત મોડી રાત્રે વડોદરાનાં સયાજીપુરામાં ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. જૂથ અથડામણને પગલે તંગદિલીનું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વડોદરાનાં સયાજીપુરા ગામે યુવાનો વચ્ચે થયેલી મારામારી મામલે વડોદરા ડીસીપી લીના પાટીલે નિવેદન આપ્યું હતું કે, રાત્રે ૯.૩૦ કલાકે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીમાં ૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ૪ આરોપીઓની ધરપકડ થઈ હતી. કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા. જેને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ સમાધાન માટે ગામમાં બે કોમના યુવકો ભેગા થયા હતા. જે બાદ મામલો બીચક્તા એક કોમના યુવકોએ હથિયારથી હુમલો કર્યો હતો.

બોલાચાલી બાદ બે કોમનાં યુવકો સમાધાન માટે ભેગા થયા હતા. જે બાદ સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં મામલો બિકચતા એક કોમનાં યુવકોએ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં એજાજ પઠાણ, મોઈન પઠાણ, સોહિલ દીવાન અને ઉર્વીશ પઠાણની ધરપકડ કરી છે. સાહિલ પઠાણે ચપ્પુથી હુમલો કર્યો હતો. જ્યારે ઉર્વીશ પઠાણ અગાઉ જુગારના ગુનામાં પડકાયેલો છે. આ બાબતે હત્યાની કોશિષ સહિતની કલમો લગાવી ગુનો નોંધાયો છે.

તેમજ ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે, એટ્રોસીટી એક્ટની કલમ તેમજ સાથે સાથે આઈપીસીની કલમ ૩૦૭, ૩૨૬ ની એટલે કે જાનથી મારી નાંખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે મોટા ભાગનાં છોકરાઓ મજૂરી કામ સાથે સંકળાયેલા છે. હાલ આરોપીઓની અટકાયત કરી તેઓની પૂછપરછની કાર્યવાહી હાલ ચાલી રહી છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ગામનાં આગેવાનો અને ગામનાં સરપંચ સાથે અમે સતત સંપર્કમાં છીએ.