વડોદરામાં કોંગ્રેસના મૌન ધરણા: પોલીસની પરવાનગી નહીં લેતા આખરે ઘર્ષણ બાદ ૨૦ કાર્યકરની અટકાયત

વડોદરા,કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજા વિરોધી નીતિ નીતિ સહિત સરમુખત્યારશાહીના આક્ષેપ સાથે તેના વિરોધમાં પોલીસ તંત્રની મંજૂરી વિના કલેક્ટર કચેરીએ મૌન ધરણાનો કાર્યક્રમ કરનાર શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય મળી ૨૦ કાર્યકરની અટકાયત રાવપુરા પોલીસે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર- રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ-સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત હોવાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસની સુચના મુજબ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમના આયોજન અંગે પોલીસ તંત્રની કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી. જોકે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા અપાયેલા આદેશના કારણે પોલીસ તંત્રની મંજૂરી લઈ શકાય નહીં હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

પોલીસે આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ૠત્વિજ જોશી, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થું, વિરોધ પક્ષના નેતા અમી રાવત, હરીશ પટેલ, પુષ્પા વાઘેલા, નરેન્દ્ર રાવત, નરેન્દ્ર જયસ્વાલ, સહિત કોંગ્રેસના ૧૫ થી ૨૦ અટકાયત કરવામાં આવી હતી.