વડોદરામાં મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ઘર આપવાના નામે ૭.૬૭ લાખની છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ

વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ઘર અપાવવાના નામે છેતરપિંડીના ગુનામાં સપડાયેલા આરોપીની માંજલપુર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના માંજલપુર પોલીસ સમથકમાં ગત તારીખ 13 ઓગસ્ટ 2023ના રોજ અરજદારે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં નંબર લાગી ગયો છે, તેવું કહી છેતરપિંડી આચરી હતી. આરોપીએ પોતે સરકારી અધિકારી હોવાનું જણાવી ફરિયાદી પાસે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં મકાન આપવાના નામે 7.67 લાખની છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ભરત રમેશચંદ્ર ગજ્જર (રહે.બી-12, જયરામ નગર, મકરપુરા ડેપોની પાછળ, વડોદરા શહેર)ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ છેતરપીંડીમાં ફરિયાદીએ ભરત રમેશચંદ્ર ગજ્જર અને દિલીપભાઇ જોશીએ પોતે સરકારી અધિકારી હોવાનુ જણાવી મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ધર અપાવવાનો વાયદો કરી ન આપતા આખરે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. આ ઘર માટે ફરિયાદી પાસેથી સ્ટેમ્પ ડ્યુટી તથા અન્ય ખર્ચ માટે 7,67,000 રૂપિયા લઈ બનાવટી ફાળવણી પત્ર આપી ઘર નહીં ફાળવી છેતરપિંડી આચરતા આ બન્ને આરોપીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ફરી હતી.

આ છેતરપિંડી અંગે એસીપી પ્રણવ કતારીઆએ જણાવ્યું હતું કે, હાલમાં આરોપીની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. તેની સામે કાર્યવાહી ચાલી રહી જે જેમાં હાલ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. બાદમાં કોર્ટમાં રજૂ કરી જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે.