વડોદરામાં ચાઇનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત,ગળાની તમામ નસો કપાઇ ગઇ

વડોદરા,

ઉતરાયણ પહેલા જ ચાઇનીઝ દોરી જીવલેણ સાબિત થઇ રહી છે.ચાઇનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં તે વેચાઇ રહી છે આવામાં વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો છે.ચાઇનીઝ દોરથી વડોદરામાં એક હોકી પ્લેયરનું ગળુ કપાયું છે અને તેનું મૃત્યું થયું છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજયું છે નેશનલ રમી ચુકેલા હોકી પ્લેયર ગિરીથ બાથમે ચાઇનીઝ દોરીથી જીવ ગુમાવ્યો છે.મૃતક યુુવક ગિરીથ બાથમ દંતેશ્ર્વર વિસ્તારનો રહેવાસી હતો અને નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે ચાઇનીઝ દોરથી તેના ગળામાં લપેટાઇ ગઇ હતી અને તેનું મૃત્યુ થયું હતું. તે બાઇક પર જઇ રહ્યો હતો અને દોરી તેને આડે આવી જેથી તેના ગળાની તમામ નસો કપાઇ ગઇ હતી અને તે મોતને ભેટયો હતો.