વડોદરામાં ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણીની સરેઆમ હત્યા કરાઇ

વડોદરા, ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણીની સરેઆમ હત્યા કરવામાં આવી. બાળલગ્નની માહિતી આપવા મામલે મ્ત્નઁ અગ્રણીની કેટલાક માથાભારે શખ્સ જોડે બબાલ થઈ હતી. જેના બાદ ત્રણ શખ્સોએ ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રીણ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેઓ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાની સરેઆમ હત્યા કરવામાં આવી. ગોપાલ ચુનારા તેમના વિસ્તારમાં તમામ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતા. આવા જ એક કિસ્સામાં તેઓ ક્રાઈમ બ્રાંચમાં પંચ તરીકે સહી કરી હતી. ૯ મે ના રોજ સયાજી હોસ્પિટલ સામે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાથી પંચ તરીકે સહી કરીને નીકળ્યા હતા. તેઓ ત્યાંથી નીકળતા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ માથાભરે તત્વો ગોપાલ ચુનારાને હુમલો કરતા પૂછતા હતા કે તમે કેમ બાળલગ્નની માહિતી આપી. માથાભરે તત્વોએ ગોપાલ ચુનારા પર હુમલો કરી ફરાર થઈ ગયા. ગંભીરપણે ઘાયલ થયેલ ભાજપના અગ્રણીને હોસ્પિટલમાં દાખલ કરાયા.

ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાને ગંભીર ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમ્યાન ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. માથાભારે તત્વો દ્વારા કરાયેલ જીવલેણ હુમલાના કારણે ગોપાલ ચુનારાનું મોત થતા તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી. પરિવારે ન્યાયની માંગ કરતા રાવપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં હુમલો કરનાર આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓની ઓળખ ક્રિષ્ના ચુનારા, જતીન ચુનારા અને અનિષ ચુનારા તરીકે કરવામાં આવી છે. આ ત્રણેય લોકોએ ભેગા મળીને ગોપાલ ચુનારા પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરતા કેસની વધુ તપાસ હાથ ધરી છે.