વડોદરા, વડોદરામાં ૪૫ કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ તાંદલજા રોડ પરથી ગૌમાંસ વેચનારની ધરપકડ કરી છે. એસઓજીએ ઇન્દ્રિશ કુરેશી પાસેથી ગૌમાંસ ઝડપ્યુ હતુ. ઇન્દ્રિશ કુરેશી નાપાડના અબ્દુલ પાસેથી માંસ ખરીદીને વેચતો હોવાનો ખુલાસો થયો છે.
આંચકાજનક વાત તો એ છે કે આ ગૌમાંસ તાંદલજામાં ફૂટપાથ પર વેચાતું હતું. એફએસએલ વેટરનરી ઓફિસર્સ તથા પાલિકાના આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ ફૂટપાથ પર વેચાતુ માંસ ગૌમાંસ હતુ. અહેવાલ આવવા મુજબ ઇન્દ્રિશ કુરેશી અને અબ્દુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.