ચોમાસાની શરૂઆત થતા જ પાણી જન્ય રોગચાળો વકરતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે.શહેરમાં ૧૯થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી ૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ અને જમનાબાઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે.
તો બીજી તરફ જે દર્દીઓ જે વિસ્તારમાંથી મળ્યા છે તે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ જણાયેલા વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
એક તરફ પાલિકા દ્વારા પ્રિ મોન્સુની કામગીરીના નામે ફક્ત શહેરની કાંસોની સફાઈ કરવામાં આવી છે.પરંતુ તેવું પાલિકાના સત્તાધિશોને યાને નહીં આવતા શહેરમાં ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે.
હાલ તો પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે કે કોલેરામાંથી મુક્તિ મેળવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર પર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં કોન્ટમિનેશન આવતું હોવાનું પાલિકાને વારંવાર ફરિયાદ મળતી હોય છે. તેવામાં વડોદરાના કેટલાક વિસ્તારમાંથી કોલેરોના કેસમાં વધારો થયો છે.