
વડોદરા,વડોદરા લિટરેચર ફેસ્ટીવલનું અભિનેત્રી શબાના આઝમીએ ઉદ્દઘાટન કર્યુ. ફેકલ્ટી ઓફ લિબરલ આર્ટ્સ અને આઇઆઇએમયુએનના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિક્શન અને નોન-ફિક્શન રાઈટર્સ, કવિઓ, જાણીતા શેફ લેખકો, સાહિત્યકારો એકત્રિત થયા છે કળાને પ્રોત્સાહન આપવામાં સદીઓથી સાહિત્યનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. તથા કળા અને સાહિત્ય બંન્નેનો ઉપયોગ વિદ્યાર્થીઓને લિબરલ આર્ટ્સ અને હ્યુમનિટી શીખવાવમાં ઉપયોગી સાબિત થયો છે.

આ અંતર્ગત પારૂલ યુનિવર્સિટી એ અભિનેત્રી શબાના આઝમીને વડોદરા લિટરેચર ફેસ્ટિવલની શોભા વધારવા માટે આમંત્રિત કર્યાં હતાં. ફેકલ્ટી ઓફ લિબરલ આર્ટ્સ તથા આઇઆઇએમયુએનના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિક્શન અને નોન-ફિક્શન રાઇટર્સ, કવિઓ, જાણીતા શેફ અને લેખકો, સાહિત્યકારો એકત્રિત થયાં છે. તથા તેમણે લેખન, વાર્તા અને સાહિત્ય સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે.

વડોદરા લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જાણીતા અભિનેત્રી અને સામાજિક કાર્યર્ક્તા શબાના આઝમીના હસ્તે કરાયું હતું. તેમણે ફન્હ્લમાં ભારતીય સંસ્કૃતિથી લઇને ધાર્મિકતા અને સર્વસમાવેશક્તા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ દરમિયાન પેનલ ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, “સાહિત્યનો ઉદ્દેશ્ય લોકોના વિચારોને બળ આપવાનો છે અને મને લેખિત શબ્દ પ્રત્યે અપાર આદર છે. ભારતમાં પ્રાદેશિક ભાષાઓના વારસા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે લિટરેચર ફેસ્ટિવલ અને અનુવાદ જરૂરી છે. લિટરેચર ફેસ્ટિવલમાં યુવાનો અને વિદ્યાર્થીઓની સુંદર કામગીરીને જોતાં મને ખુશી થઇ છે.”
શબાના આઝમી જાણીતા અભિનેત્રી, સામાજિત કાર્યર્ક્તા, પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ વિજેતા છે. તેમણે ૧૬૦થી વધુ ફિલ્મો સાથે ભારતીય ફિલ્મ જગતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે સ્વતંત્ર સિનેમા અને નોન-રિયાલિસ્ટિક સિનામામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવીને ચાહકોના હદયમાં વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે.
કેમ્પસમાં તેમની મુલાકાત દરમિયાન તેઓ ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયાં હતા. તથા સાહિત્ય પ્રેમીઓને પ્રેરક સંબોધન પણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સાહિત્યની દુનિયાની કેટલીક રસપ્રદ વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે શબાના આઝમીએ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નેશન ફિલ્મ એવોર્ડ પણ મેળવ્યો છે. તેમણે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ યુએનપીએફ માટે ગુડવીલ એમ્બેસેડર તરીકે લાખો લોકોના જીવન ઉપર સકારાત્મક પ્રભાવ પેદા કર્યો છે તથા રાજ્ય સભાના પૂર્વ નોમિનેટેડ મેમ્બર પણ છે.