વડોદરાની કંપનીમાં બ્લાસ્ટ : એનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ, ત્રણ કામદરાના મોત

વડોદરાની એક કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારના મોત થયા છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. એમઈ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક કામદારની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકોના નામ

  • ઠાકોરભાઈ રાવજીભાઈ પરમાર (ઉ.36, રહે. કિંખલોડ ગામ, તા. બોરસર, જિ. આણંદ)
  • નરેન્દ્રસિંહ કનુભાઇ સોલંકી (ઉ.20, રહે. સારોલ ગામ, તા. બોરસર, જિ. આણંદ)
  • રમેશભાઈ ગણપતભાઈ પઢીયાર (ઉ.31, રહે. નવાપુરા ગામ, તા. આંકલાવ, જિ. આણંદ)

ગંભીર રીતે ઇજાગ્રસ્ત

  • મયુર લાલજીભાઈ પઢીયાર (રહે. મહુવાડ ગામ, તા. પાદરા, જિ. વડોદરા)