વડોદરા હરણી પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપીને દાહોદ એલ.સી.બી.એ ઝડપ્યો

વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે ગરબાડાના જેસાવાડા બજારમાંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે વડોદરા શઙેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડી ચોરીના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રમેશભાઈ મડીયાભાઈ ખરાડ (રહે. વજેલાવ, ભુતવડ ફળિયા,તા.ગરબાડા, જી.દાહોદ)નો ગરબાડાના જેસાવાડા બજારમાં આવ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે જેસાવાડા બજારમાં વોચ ગોઠવી ઉભી હતી. ત્યારે બજારમાં ઉપરોક્ત આરોપી જોવાતાની સાથે પોલીસેને તેને ઝડપી પાડ્યો હતો. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.