વડોદરા હરણી બોટકાંડનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, ૨ આઇએએસ અધિકારીઓએ દરવાજા ખટખટાવ્યા

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં ૧૨ થી વધુ માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે આઇએએસ અધિકારી વિનોદ રાવ તેમજ એચ.એસ.પટેલને જવાબદાર ઠેરવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા બંને આઇએએસ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા બાદ સરકારે પણ બંને બંને આઇએએસ ને નોટીસ ફટકારતા અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. ત્યારે હરણી બોટ દુર્ઘટના અંગે આવનારા દિવસોમાં સુપ્રિમ કોર્ટમાં સુનાવણી યોજાશે.

વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા.અને સરકારને મહાનગરપાલિકાના બંને કમિશનર સામે કાર્યવાહીનાં આદેશ આપ્યો હતો. સાથે જ બંને અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના આપી છે. હાઈકોર્ટે વિનોદ રાવ અને એસ.એચ.પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે. સાથે જ બંને કમિશનર-સ્થાયી સમિતી અને ઠરાવ પાસ કરનારા તમામ કાઉન્સીલરને પણ જવાબદાર ઠેરવ્યા હતા.

વડોદરામાં હરણીકાંડમાં લોકોના જીવ લેનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. ગુજરાત હાઇકોર્ટે બે આઇએએસ ઓફીસર વિનોદ રાવ અને એચ.એસ.પટેલ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર કાંડમાં હાઇકોર્ટે નોંયું છે કે જે-તે સમયના મનપા કમિશનર જ આ કાંડમાં જવાબદાર છે અને બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તેમણે તેમની જવાબદારી સરખી રીતે નથી નિભાવી અને પોતાની સત્તાનો ગેરઉપયોગ કર્યો છે અને કોટીયા પ્રોજેક્ટસ કોઇપણ સંજોગોમાં યોગ્ય બિડર ન કહેવાય કારણકે ત્યાં કોઈ ન હતું નહીં. કોટીયાને પરવાનગી માત્ર અધિકારીઓની પસંદગી હતી. ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીમાં રિપોર્ટમાં તમામ વિગતો સામે આવતા કોર્ટે કાર્યવાહીના આદેશ કર્યા છે. ત્યારે અધિકારીઓને મીડિયા જ્યારે સવાલ પુછે છે ત્યારે ચુપ્પી રાખીને ચાલતી પકડે છે. આવા અધિકારીઓને કોણ છાવરે છે?? ૧૦ બાળકોના જીવ લેનાર અધિકારીઓના મોઢા પર સહેજ પણ દુ:ખ નથી. હસતા મોઢે ફરતા આવા અધિકારીઓ કેમ હવે ભાગી રહ્યા છે.

હાઇકોર્ટના હુકમ બાદ નિવૃત આઇએએસ એચ એસ પટેલે ફ્ફ સાથે ખાસ વાતચીત કરીને સમગ્ર ઘટનામાં તેમનો કોઈ રોલ નહીં હોવાની રજુઆત કરી. તેમણે જણાવ્યું કે તેમના સમયે વડોદરા શહેરના તળાવ ડેવલપ કરવાની કાર્યવાહી કરાઈ હતી. કાર્યવાહીના ભાગ રૂપે ૫ હજાર જેટલા દબાણો દૂર કરાયા હતા અને હરણી લેક ખાતે પણ દબાણો દૂર કરાયા હતા. લેક પર ફરી દબાણ ન થાય માટે તળાવ ડેવલપ કરવા વિચારણા કરી કામગીરી હાથ ધરાઈ હતી. પીપીપી ધોરણે તળાવ ડેવલપ કરવાનો પ્લાન હતો. એચ એસ પટેલ નો કાર્યકાળ ૨૩.૨.૧૬ સુધી રહ્યો હતો.

ડેવલપમેન્ટ માટે ઇઓઆઇ એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રસ્ટ મંગાવ્યો, જેમાં બે લોકોએ ઇન્ટ્રસ્ટ દાખવ્યો. જેમાં એક પરત લીધો અને બીજાનો ઇઓઆઇ એચ એસ પટેલે કોન્ટ્રાકટર કેપેબલ નહીં હોવાથી નકાર્યો હતો. હાઇકોર્ટના હુકમ બાદ એચ એસ પટેલે પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું. તેઓ સરકાર અને કોર્ટમાં તે સમયની તેમની કામગીરીનો રિપોર્ટ રજૂ કરશે. તે સમયના તેમના રોલ અંગે જવાબ આપશે.

અગાઉ વડોદરા હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના વલણ બાદ ૩ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી, જેમાં તેમની નિષ્કાળજી છતી થઈ. કોર્પોરેશનની આ તપાસમાં કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ અને ઈજનેર જીગર સયાનિયા પણ દોષિત ઠર્યા છે. ત્યારે આ ત્રણેય અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.