અમદાવાદ, વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં ૧૨ વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ ૧૪ લોકોના મોત નિપજયા છે,અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ પણ સંવેદના વ્યક્ત કરી,તેમણે ટ્વિટ કરીને લખ્યું વડોદરમાં હોડી પલટી જવાની દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકના મૃત્યુના સમાચાર અત્યંત દુખદ છે.,હું આ શોકની લાગણીમાં પરિવાર પ્રત્યે સવેદના વ્યક્ત કરૂ છું,અને બચાવ કાર્યની સફળતાની મનોકામના કરૂ છું . આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટ પર દુખની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના ૮૨ વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી ૨૩ વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા