વડોદરા: અપહરણ અને બળાત્કારના કેસમાં ઉત્તરપ્રદેશના આરોપીને ૨૦ વર્ષ જેલની સજા

વડોદરા,

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને બળાત્કારના ગુનામાં વડોદરા સેસન્સ કોર્ટે પોક્સો એક્ટ અન્વયે આરોપીને તક્સીરવાન ઠેવરી ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

બાપોદ પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૧૭/૦૪/૨૦૧૧ ના રોજ નોંધાયેલી ફરીયાદી મુજબ તા.૧૭/૦૪/૨૦૨૧ ના રોજ ફરીયાદીની સગીર દિકરી ભણવાના ચોપડા લઇને આવુ છુ તેમ કહી ઘરેથી નિકળ્યા બાદ ઘરે પરત નહિ ફરતા સગીર દિકરીનુ કોઇ અજાણ્યો વ્યક્તિ ઇસમે તેનું અપહરણ કરી ગયો હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમ્યાન આરોપી મહંમદમીરાજ મહંમદનસીમ મહંમદવારીસ શેખ રહે. બાવામાન દરગાહ બહાર બાંકડા ઉપર, બાવામાનપુરા, વડોદરા મુળ, ખાનપુર ગામ પોસ્ટ, કટરા જી,મુજ્જફરનગર ઉત્તરપ્રદેશ તથા મુગલપુરા ગામ જી.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)ની સંડોવણી હોવાનુ જણાઇ આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ. તપાસ કરનાર અમલદારે આ ગુનાની તપાસ દરમ્યાન જરૂરી સાહેદોના તેમજ ભોગ બનનાર સગીરાના નિવેદનો મેળવી તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી મેડીકલ પુરાવાઓ મેળવી આ ગુનાની તપાસ પુર્ણ કરી પકડાયેલ આરોપી સામે કોર્ટમાં ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન), ૩૭(૩) પોક્સો એક્ટ કલમ ૪ અને ૬ અન્વયે ચાર્જશીટ રજુ કરવામાં આવેલ આ કેસ સ્પેશ્યલ (પોક્સો) કોર્ટમાં ચાલેલ જેમાં સરકાર તર્ફે એડી.પી.પી. જે.એમ.કંસારા દ્વારા દલીલો રજુ કરવામાં આવેલ. કોર્ટે રજુ થયેલ પુરાવાઓ તથા મહત્વના સાહેદોના નિવેદનો તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટના અધિક સેસન્સ જજ બી.જી.દવે એ આરોપી મહંમદમીરાજ મહંમદનસીમ શેખને પોક્સો હેઠળ ક્સૂરવાર ઠરાવી આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૫,૦૦૦નો દંડની સજા ફરમાવેલ છે. અને આરોપી જો દંડ ની રકમ ન ભરે તો ત્રણ મહિનાની વધુ સખત સજાનો હુકમ કરવામા આવેલ છે. તેમજ ભોગ બનનાર સગિરાને રૂપીયા ૪,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.