અમદાવાદ એરપોર્ટ બાદ વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ છે. ધમકી ભર્યા મેઈલ મળતા એરપોર્ટ તંત્ર દોડતુ થયુ છે. સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ સીઆઇએસએફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જો કે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે અને તંત્ર દોડતુ થયુ છે.
આ અગાઉ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો હતો. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ.