વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સભા દરમિયાન ચક્કર આવતા CM વિજય રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. વડોદરાની ત્રીજી સભામાં મુખ્યમંત્રીની તબિયત નાદુરસ્ત થઇ છે.
- વડોદરામાં ચાલુ સભામાં CM ઢળી પડ્યા
- ચક્કર આવતા CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા
- CM રૂપાણીને સારવાર આપવાનું શરૂ કરાયું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ આજે વડોદરામાં મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસનો ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં CM રૂપાણી સભા માટે પહોંચ્યા હતા. જોકે વડોદરામાં ચાલુ સભામાં સ્પીચ દરમિયાન ચક્કર આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગ્લુકોઝ પાણી અપાયું છે. જોકે મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રી પોતાની ગાડીમાં રવાના થયા છે. સતત વ્યસ્ત કાર્યક્રમને લઇને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી.