રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના કમ કમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. અમદાવાદ – વડોદરા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાતા મોતની ચિચ્યારીયો ગુંજી ઉઠી હતી. ત્યારે મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અને છેલ્લા 20 થી 25 વર્ષથી વાપી ખાતે સ્થાયી થયેલા એક જ પરિવારના ત્રણ લોકો જેમાં માતા-પિતા અને પુત્ર સહિત ગઈકાલે બનેલી ગોઝારી ઘટનામાં તેઓના કમકમાટી ભર્યા મોત નીપજતા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે ગોઝારી ઘટના બની હતી તેમાં માતા-પિતા અને પુત્ર સહિત મોતના કારણે પોતાની બંને દીકરીઓને નિરાધાર મૂકી ચાલ્યા જતા દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા લોકોનું કમ કમાટી ભર્યા મોત થતાં મોતની ચિચ્યારિયો ગુજી ઉઠી હતી. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યો સામાજિક પ્રસંગ પતાવી ને પોતાના સંબંધીને ત્યાં હાલોલ થી અમદાવાદ નીકળ્યા હતા ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા માતા પુત્ર સહિત પિતાનું ઘટના સ્થળે કરુણ મોત થતાં પરિવારજનો માં મોતનો માતમ છવાયો હતો.
ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પોતાના પત્ની અને ત્રણ બાળકો સાથે છેલ્લા 20 થી 25 વર્ષથી વાપી ખાતે સ્થાયી રહે છે.જ્યાં અમિત મનોજભાઈ સોલંકી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે ત્યારે બે દિવસ પહેલા પોતાના ગામમાં સામાજિક પ્રસંગ હતો એટલે પોતાના પત્ની સાથે બે દીકરીઓ અને દીકરા સાથે વાપીથી હાલોલ ખાતે આવ્યા હતા.અને પ્રસંગ પતાવી ને અમિતભાઈ સોલંકી પોતાની બહેનની તબિયત જોવા માટે પોતાની પત્ની ઉષાબેન અને દીકરા દક્ષ સાથે એક ખાનગી કાર માં અમદાવાદ નીકળ્યા હતા.જ્યાં પોતાની બહેન ની તબિયત જોતા પહેલા જ અધવચ્ચે એક ગોઝારી ઘટનામાં કરુણ મોત થયું હતું.જેમાં અમિતભાઈ સોલંકી સાથે તેમની પત્ની અને દીકરાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થતાં પરિવારજનો મોતનું માતમ છવાયો હતો.
ત્યારે આ ગોઝારી ઘટના ને લઈને મૃતક ના પરિવારના સભ્યોની સાથે વાત કરી હતી જેમાં અમિતભાઈ સોલંકીના જીજાજી જશવંતભાઈ પરમાર એ જણાવ્યું હતું કે તેઓ સાળો મનોજભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે વાપી થી હાલોલ એક પ્રસંગમાં આવ્યા હતા.અને ત્યારબાદ તેઓ પ્રસંગ પતાવીને પોતાની બહેન ની તબિયત સારી ન હતી એ માટે અમદાવાદ જોવા માટે નીકળ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી જશવંતભાઈ જણાવ્યું હતું કે અમિતભાઈ સોલંકી છેલ્લા 20 થી 25 વર્ષથી વાપી ખાતે સ્થાયી થયેલા છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જેઓના પરિવારમાં એક દીકરો અને બે દીકરીઓ છે ત્યારે આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પોતાની બંને દીકરીઓને આમ નિરાધાર મૂકીને ચાલ્યા જતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું…ગોધરા તાલુકાના જીતપુરા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યો માં માતા પુત્ર અને પિતાની સાથે ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચઢ્યું હતું જ્યારે એક સાથે માતા-પિતા અને પોતાના સાડા ચાર વર્ષના ભાઈને ગુમાવતા પોતાની દીકરીઓમાં ગમગીની છવાઈ હતી.